તિથવા જીલ્લા પંચાયત સીટ માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદીના ચુંટણી કાર્યાલયનો પાંચદ્વારકા ગામ ખાતે દબદબાભેર પ્રારંભ થયો હતો જેમાં બહોળી સંખ્યામાં ગામના નાગરિકો અને આગેવાનો હાજર રહ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર માટે ચુંટણી પ્રચાર તેજ કરી તમને જંગી બહુમતીથી વિજય બનાવવા સંકલ્પ લીધા હતા…

તિથવા જીલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદીના ચુંટણી પ્રચાર માટે મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનો પાંચદ્વારકા ગામ ખાતે ગઇકાલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલએહમદ પીરઝાદાના હસ્તે કરવામાં આવ્યો હતો.

તિથવા જીલ્લા પંચાયત સીટ પર દિન પ્રતિદિન કોંગ્રેસના ઉમેદવારને જન સમર્થન વધતાં કોંગ્રેસ માટે વિજય માહોલ બની રહ્યું છે. આ વિસ્તારમાં આવતા ગામે ગામ કોંગ્રેસ ઉમેદવારની ચુંટણી પ્રચાર સભામાં હાજર જન મેદની જોતા હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદીનો વિજય લગભગ નિશ્વિત મનાઇ રહ્યો છે….

ગઈકાલે કોંગ્રેસના પાંચદ્વારકા ગામ ખાતે ચુંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આ વિસ્તારમાં આવતાં ગામે ગામના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા અને તનતોડ મહેનત થકી વધુને વધુ લોકોને કોંગ્રેસ સાથે જોડી કોંગ્રેસી ઉમેદવાર હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદીને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે સંકલ્પ લીધા હતા….

શું તમે જણો છો એક ગ્લાસ દૂધ માં એક ચમચી વરિયાળી નખી ને ઉકાળી ને હુંફાળ પીવાથી અનેક ફાયદ મળે છે.

https://www.illnesscares.com/2021/02/23/%e0%aa%b6%e0%ab%81%e0%aa%82-%e0%aa%a4%e0%aa%ae%e0%ab%87-%e0%aa%9c%e0%aa%a3%e0%ab%8b-%e0%aa%9b%e0%ab%8b-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%97%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%b8-%e0%aa%a6%e0%ab%82%e0%aa%a7/

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

error: Content is protected !!