મોરબી જિલ્લામાં મેઘમહેર : વાંકાનેરમાં 33મીમી, ટંકારામાં 40મીમી, મોરબીમાં 18મીમી વરસાદ….

0

મોરબી જિલ્લામાં આજે સાંજે લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા મહેરબાન થયા છે. જેમાં મેઘરાજા ચાર વાગ્યાથી મોરબી જિલ્લા પર હેત વરસાવી રહ્યા છે. જેમાં વાંકાનેર ટંકારા, વાંકાનેર અને મોરબી વધુ જ્યારે માળીયા અને હળવદ વિસ્તારમાં ઓછો વરસાદ નોંધાયો છે. મોરબી જિલ્લામાં મંગળવારે સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં ટંકારામાં પોણા બે, વાંકાનેરમાં સવા અને મોરબીમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે….

મોરબી જિલ્લામાં નાગરિકોની પ્રાર્થના સાંભળી આજે મેઘરાજા મન મુકીને વરસી પડ્યા હતા. મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે, ટંકારામાં એક કલાકથી અવિરતપણે સારો એવો વરસાદ પડ્યો છે. આવી જ રીતે વાંકાનેરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ફણ મેઘરાજા બે કલાકથી ધીમી ધારે હેત વરસાવી રહ્યા છે…

મોરબી જિલ્લામાં વરસાદના કંટ્રોલ રૂમ પાસેથી મળતા આંકડાઓ મુજબ સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં ટંકારા વિસ્તારમાં 40 mm, વાંકાનેર વિસ્તારમાં 33 મીમી, મોરબી વિસ્તારમાં 18 મીમી અને માળીયામાં 04 mm વરસાદ નોંધાયો છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI