આજે સમગ્ર ગુજરાતમાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત વાંકાનેર તાલુકાનાં 0 થી પાંચ વર્ષની ઉંમરના 24,655 જેટલા બાળકોને પોલીયો રસીના ટીપાં પીવડાવવામાં આવ્યાં હતાં જેમાં સૌથી સારી કામગીરી પીપળીયારાજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કરવામાં આવી હતી. આ સાથે જ વાંકાનેર શહેર વિસ્તારમાં રહેતા 5,267 બાળકોને પણ આ રસીકરણ અભિયાનમાં આવરી લેવામાં આવ્યા હતા…
પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત બાકી રહી ગયેલ બાળકોને આવતી કાલ અને ત્રીજા દિવસે ઘરે ઘર પહોંચી અને પોલીયોના ટીપાં પીવડાવવાનું આયોજન પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. વાંકાનેર તાલુકામાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાનને સફળ બનાવવા સઘન મોનીટરીંગ અને સુપરવિઝન સાથે તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો. આરીફ શેરસીયા અને મોરબી જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરાએ ભારે જહેમત ઉઠાવી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi