વાંકાનેર શહેર નજીક ગાયત્રી મંદિર પાસે ગઈકાલ સાંજના સમયે એક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યાથી ચકચાર મચી ગયો હતો આ બનાવમાં આજે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં પત્ની સામે કેમ જોયુ કહી આરોપીએ યુવાન સાથે મારામારી કરી ત્યારે તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકી હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલે મોડી સાંજે વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર પાસે મોડી સાંજના સમયે કેશાભાઇ જીવાભાઇ ધંધુકીયા (ઉ.વ., 40, રહે વાંકાનેર)ને કિશોરભાઇ મગનભાઇ કોળી (રહે મફતીયાપરા, દાતાર ટેકરી, વાંકાનેર) નામના આરોપીએ તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી…
આ બનાવમાં મૃતક યુવાનના પાડોશી મહિલા ભાવનાબેન મયુરભાઇ પરબતાણી (ઉ.વ.20)એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે મરણજનાર કેશાભાઇ જીવાભાઈ ધંધુકીયાને આરોપી કિશોરભાઈ મગનભાઈ કોળીએ તેની પત્ની સામે કેમ જોયું કહી તેનો રોષ રાખી ઉશ્કેરાઈ જઈ ગાળો આપી છરી વડે છાતીના ભાગે તથા વાસામાં તથા પાછળના પગના ભાગે ચાર-પાંચ છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી…
ઉપરોક્ત બનાવમાં વાંકાનેર સીટી પોલીસે આરોપી કિશોરભાઈ મગનભાઈ કોળી સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT