વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ એક સિરામીક ફેકટરીમાં ઠંડીથી બચવા કરાયેલ તાપણામાં દાઝી જવાથિ એક મહિલાનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ સન આર્ટ સિરામીક ફેકટરીમાં કામ કરતા સુકોતીબેન સુભાશભાઇ બહેરા ઠંડીથી બચવા તાપણું કરી તાપી રહ્યા હોય જે દરમિયાન તાપણામાં સાડીનો છેડો પડતા આગ લાગી હતી જેમાં મહિલા ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!