વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામ ખાતે 66 કે.વી. સબસ્ટેશનની તાતી જરૂરિયાત હોય જેથી આ બાબતે વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા અને તિથવા જિલ્લા પંચાયતના સદસ્ય હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી દ્વારા ગુજરાત રાજ્યના ઊર્જા મંત્રી, જેટકોના ચીફ ઇજનેર અને એડ. ચીફ ઇજનેર (ઝોન ઓફીસ)ને લેખીતમાં રજૂઆત કરી બાબતે તાત્કાલિક ઘટતા પગલાં લેવા રજુઆત કરવામાં આવે છે….

બાબતે તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે થોડા સમય અગાઉ વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામ ખાતે ખેડૂતોના હિતમાં 66 કે.વી. સબસ્ટેશનની માંગણી કરવામાં આવી હતી જેમાં આ વિસ્તારની આજુબાજુના નવી કલાવડી, આગાભી પીપળીયા, પ્રતાપગઢ સહિતના ગામોમાં ખેતીવાડી માટે પાવર લાઇન ખૂબ લાંબી હોય જેના કારણે સતત ફોર્ટ સર્જાતો હોય અને તેને રિપેરિંગ માટે મુશ્કેલીઓ સાથે વધુ સમય લાગવાનાં કારણે ખેડૂતોને સમયસર પૂરતો પાવર મળતો નથી…

આ સાથે જ આ વિસ્તારમાં વિજ લાઈન ખુબ લાંબી હોવાનાં કારણે ખેડૂતોને વોલ્ટેજ પણ પુરતાં મળતા નથી જેથી પ્રતાપગઢ ગામ નજીક 66 kv સબસ્ટેશન બનાવી આ સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે…

બાબતે આગાઉ પ્રતાપગઢ ગામ ખાતે 66kv સબસ્ટેશન બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા જગ્યાની ફાળવણી સાથેનો સંમતિ ઠરાવ તેમજ જગ્યાના 7-12/8-અની નકલ પણ કચેરીમાં જમા કરાવેલ હોય જેથી આ બાબતે તાત્કાલિક ઘટતાં પગલાં ભરી અને પ્રતાપગઢ ગામ ખાતે 66 kv સબસ્ટેશન મંજુર કરવા રજુઆત કરવામાં આવી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN

 

error: Content is protected !!