મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ડિજિટલ માધ્યમથી જિલ્લા કક્ષાએ ગણવેશ વિતરણનો કાર્યક્રમ આજે સવારે કલેકટર કચેરીના વીડિયો કોન્ફરન્સ રૂમમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ મારફતે આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં આંગણવાડી કુલ 18,000થી વધુ બાળકોમાં ગણવેશ વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી…

આજના કાર્યક્રમ અંતર્ગત મોરબી આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકોને ઉપસ્થિત પદાધિકારીઓ તેમજ અધિકારીઓના હસ્તે ગણવેશ તથા હાઇજીન કીટ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, ગરીબ મધ્યમ વર્ગીય પરિવારોના ભૂલકાઓ માટે સંવેદના સ્પર્શી નવતર અભિગમ છે. રાજ્ય ભરની આંગણવાડીઓના 14 લાખ બાળકોને વિના મૂલ્યે યુનિફોર્મ વિતરણની આગવી પહેલ કરતું એક માત્ર રાજય ગુજરાત છે. રાજ્યની 53,029 આંગણવાડીઓના નાના ભૂલકાઓને આ યુનિફોર્મથી આગવી ઓળખ મળશે…

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ 36 કરોડ 28 લાખના ખર્ચે આકાર પામેલી આ યુનિફોર્મ વિતરણ યોજનાનો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ કરાવ્યો હતો. કોરોનાકાળ દરમ્યાન રાજ્યના 3 થી 6 વર્ષના 16 લાખ જેટલા ભૂલકાઓને પોષણક્ષમ આહાર માટે દર અઠવાડિયે 1 કિલો ગ્રામ સુખડી આપવાની ગુજરાતની પહેલ ગુજરાતના મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં કરવામાં આવી છે. કોરોના સંક્રમણકાળમાં મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજીત ‘હેન્ડ વોશ’ કેમ્પઇનમાં એક સાથે પાંચ લાખ બહેનોએ પાંચ હજાર સ્થળોએ જોડાઇને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

આ ગૌરવ સિદ્ધિ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનનું પ્રમાણપત્ર તેમના પ્રતિનિધિએ મુખ્યમંત્રીને અર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ગૌરવ સિધ્ધિ માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગને અભિનંદન આપતા આ પ્રમાણપત્ર વિભાગને એનાયત કર્યું હતું…

મોરબી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જિલ્લા કલેકટર જે. બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, અગ્રણી જીગ્નેશભાઈ કૈલા, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનો અને તેના અધ્યક્ષ, આઇ.સી.ડી.એસના જિલ્લા પ્રોગામ ઓફિસર કોમલબેન ઠાકર તથા તેમનો સ્ટાફ અને નાના બાળકો અને તેના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN

 

error: Content is protected !!