જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના હસ્તે તિરંગાને સલામી અપાઇ : શ્રેષ્ઠ કામગીરી કરનાર ૧૮ જેટલા કર્મચારીઓને સન્માનીત કરાયા…
૭૨માં પ્રજાસત્તાક પર્વની મોરબીના એલ.ઇ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર શ્રી જે. બી. પટેલના હસ્તે તિરંગાને સલામી આપી રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. દેશભક્તિના માહોલમાં પરેડ કમાન્ડર આર. પી. જાડેજાની આગેવાની હેઠળ માર્ચ પોસ્ટ યોજવામાં આવી હતી. કલેક્ટર શ્રી જે.બી.પટેલ ના હસ્તે તિરંગાને સલામી આપ્યા બાદ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું…
કોરોના અંગેની સરકારની ગાઇડલાઇનને ધ્યાને રાખીને નવયુગ વિદ્યાલય, ન્યુ એરા તેમજ નીલકંઠ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી જે.બી.પટેલે ઉપસ્થિત પ્રજાજનોને સંબોધન કરતાં મોરબી જિલ્લામાં કોરોના દરમિયાન જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે સૌને અવગત કર્યા હતા. કોરોના સમયે જિલ્લા આરોગ્ય વિભાગ, વહિવટી તંત્ર, પોલીસ, મીડિયા, જિલ્લા પુરવઠા તંત્ર વિવિધ વિભાગોના કર્મચારીઓને ઉલ્લેખ કરી કોરોના વૉરિયર્સ તરીકે બિરદાવ્યા હતા…
આ પ્રસંગે રાજ્યકક્ષાએ યોજાયેલ યુવા-ઉત્સવમાં લોકગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિેજેતા બની રાષ્ટ્રીય કક્ષાના યુવા ઉત્સવમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર અવની ગોસ્વામી, રાજ્ય કક્ષાએ કલા મહાકુંભમાં દ્વિતિય ક્રમાંક મેળવનાર ધ્રુવી ફેફર, ટંકારામાં પાણીમાં ફસાયેલ મજૂરોને બચાવની ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર પીએસઆઇ એ. વી. ગોંડલીયા અને એએસઆઇ ફિરોજખાન પઠાણ, લોકોના જીવ બચાવવા તથા પ્રિ-હોસ્પિટલ સંભાળમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ૧૦૮ની ટીમના આશીષભાઇ પરમાર, હનીફભાઇ દલવાણી, ગૌતમભાઇ અને નિર્મલા ડાભીને કલેક્ટરશ્રી જે.બી. પટેલ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત કોવીડ-૧૯ના સમયગાળા દરમિયાન શ્રમયોગીઓને અન્ન વિતરણની ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાયબ મામલતદાર પાલીયા તેમજ શ્રમિકોને વતન પહોંચાડવા તથા મોરબી-માળીયા વિધાનસભા પેટા ચૂંટણીમાં સુપરવિઝનની શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રાંત કચેરીના નાયબ મામલતદાર સંજય બારીયાને પણ પ્રશસ્તીપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પીએચસી બગથળા, સરવડ અને ભરતનગરના ડૉક્ટરશ્રીઓને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ આપવા બદલ સન્માનીત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) કચેરીના પ્રાંગણમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઇ વડસોલા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી બ્રિજેશભાઇ મેરજા, પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા મહામંત્રીશ્રી જયરાજસિંહ જાડેજા, અગ્રણી જ્યોતિસિંહ જાડેજા, જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.જે. ભગદેવ, ડીએફઓશ્રી ચીરાગ અમીન, અધિક કલેક્ટરશ્રી કેતન પી. જોષી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જે.એમ. કતીરા, પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, નાયબ કલેક્ટરશ્રી એસ.એમ. કાથડ, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી જોશી, મામલતદારશ્રી ડી.એ.જાડેજા, નગરપાલિકા ચીફ ઓફીસર ગીરીશ સરૈયા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ સહિત કોરોનાની ગાઇડલાઇન મુજબ અધિકારીઓ/કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા….
મોરબી જિલ્લાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi