ગુજરાત રાજ્યમાં પોલીસ વિભાગમાં આવનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે લોક રક્ષક દળ(L.R.D) તથા પી.એસ.આઇ.ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની મુંઝવતા તમામ પ્રશ્નોના નિરાકરણ મળે અને વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે ધ અચિવર્સ એકેડેમી-વાંકાનેર દ્વારા ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટરને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી…
બાબતે આજે વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાશાબેન મેર, ધ અચીવર્સ એકેડેમીના અધ્યક્ષ મેહુલભાઈ શાહ, મોરબી નગરપાલિકાના કાઉન્સિલ સુરેશભાઈ શિરોહિયા અને મોરબી કિશાન મોરચા પ્રવક્તા ગિરિરાજસિંહ ડી. જાડેજાએ ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર આઇપીએસ ઓફિસર શ્રી હસમુખભાઈ પટેલ સાહેબને રૂબરૂ મળી મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓને પોલીસ વિભાગમાં આવનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે સચોટ માર્ગદર્શન અને પ્રોત્સાહન મળી રહે એ માટે રજૂઆત કરવામાં આવી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe