વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે આવેલ જિલ્લા પંચાયત હસ્તકના રેરાના તળાવમાંથી છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો દ્વારા બેફામ રીતે માટી-મોરમનું ગેરકાયદેસર રીતે ખનન કરી કરવામાં આવી રહ્યું છે, જેથી આ બાબતે ગામના જાગૃત નાગરિકો દ્વારા જવાબદાર તંત્ર અને ચક્રવાત ન્યુઝને લેખિતમાં જાણ કરવામાં આવતા બાબતનો ઘટસ્ફોટ થયો છે….
બાબતે ચક્રવાત ન્યુઝને મળેલ લેખિત અરજીમાં ગામલોકોએ જણાવ્યું છે કે, પીપળીયા રાજ ગામની સીમમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકના રેરાના તળાવમાંથી છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે હિટાચી મશીન અને ડમ્પરો દ્વારા બેફામ માટી-મોરમની ખનીજચોરી કરવામાં આવી રહી છે, જેની જાણ તંત્રને કરવામાં આવી છે, પરંતુ બાબતે હજુ સુધી આ ખનીજચોરી મામલે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી…
બાબતે વર્ષોથી આ તળાવમાંથી ગામના ખેડૂતો દ્વારા જીલ્લા પંચાયતની મંજૂરી સાથે પોતાના ખેતરોમાં માટી-મોરમની જરૂરીયાતો પુરી કરવામાં આવતી હોય જેમાં આ વર્ષે ખનીજચોરોની નજર તળાવમાં રહેલ કિંમતી ખનીજ પર પડતાં તળાવમાં હિટાચી મશીનો અને ડમ્પરો દ્વારા ખનીજ ચોરી શરૂ કરવામાં આવી છે, જેથી બાબતે જવાબદાર તંત્રને અનેક રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા ખનીજચોરી અટકાવવામાં નહીં આવતા પીપળીયા રાજ ગામના ખેડૂતોએ મિડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવી લેખિતમાં તાત્કાલિક આ ખનીજચોરી અટકાવવા માંગ કરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1