વાંકાનેર શહેર ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ આગામી મકરસંક્રાંતિના તહેવાર પુર્વે ગઈકાલે વાંકાનેર પાંજરાપોળ દ્વારા ગૌ સેવાકોનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં ગૌ સેવાકો ઉપસ્થિત રહ્યા હતા, આ તકે હાજર સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ અને સંસ્થાના પ્રમુખ લલિતભાઈ મહેતાએ મકરસંક્રાંતિના દિવસે તમામ નાગરિકોને વાંકાનેર પાંજરાપોળને ઉદાર હાથે દાન આપવા અપીલ કરી હતી….

મકરસંક્રાંતિ પુર્વે રાજકોટમાં ૨૦ સ્થળોએ, વાંકાનેરમાં ૧૦ સ્થળોએ, જામનગર-સુરતમાં ૧-૧ સ્થળો મળી કુલ ૧૫૦-૧૬૦ જેટલા ગૌ સેવકો સેવા આપી અને વાંકાનેર પાંજરાપોળને દાન આપવા માટે અપીલ કરી દાન એકત્રીત કરતા હોય છે, ત્યારે આ વર્ષે પણ આ આયોજનને સુંદર પ્રતિસાદ આપી દર મહિને ગૌ સેવા પાછળ થતા રૂ.૧૨ લાખના ખર્ચ માટે ઉદાર દાન આપવા વાંકાનેર પાંજરાપોળ વતી પ્રમુખશ્રી લલિતભાઇ મહેતા, સેક્રેટરીશ્રી કેતનભાઇ મહેતા, ચેમ્બર ઓફ
કોમર્સના પ્રમુખ શ્રી પ્રજ્ઞેશભાઇ પટેલે અપીલ કરી છે….

આ તકે સંસ્થાના પ્રમુખ શ્રી લલિતભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, ગૌ મુત્ર-ગોબરથી બાયોગેસ, સીએનજી, બાયોફર્ટીલાઇઝર, બાયોપેસ્ટીસાઇડ અને ઇલેકટ્રીકસીટીનું ઉત્પાદન થઇ શકે છે. રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાએ ગૌમુત્ર અને ગોબરથી બનતી ૩૦૦ જેટલી વસ્તુઓના ઉત્પાદન કરતા નાના ઉધોગો-સ્વનિર્ભર એકમોને, લોન આપવા બેંકોને સૂચના આપી હોવાથી ઉદ્યોગોને થતા રૂ.૧૦ લાખથી રૂ.૧૦૦ કરોડ સુધીના ધિરાણો ગાય આધારીત આર્થિક વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે. ગાયથી દેશ આત્મનિર્ભર બને છે, સ્વાવલંબી નાગરિકો, સમૃધ્ધિથી આગળ વધતો સમાજ, ઉદ્યમશીલ આર્થિક ગતિવિધિથી દેશભક્ત યુવાપેઢીએ ગૌવંશના આધ્યાત્મિક મહત્વ ઉપરાંત દેશની અર્થવ્યવસ્થાની પાયાની મહત્તા ઉજાગર કરી છે…

આ ગૌસેવક સન્માન કાર્યક્રમમાં તળપદા કોળી યુવક મંડળ, વાંકાનેર તપગચ્છ જૈન સંધ તથા જૈન સોશ્યલ ગ્રુપ, કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ વાંકાનેર, બાપા સીતારામ મંડળ, ખોડીયાર ગ્રુપ, પુજા પાન ગ્રુપ, જીનીયસ ગ્રુપ, બાલાજી ગ્રુપના ૧૨૦ જેટલા ગૌ સેવકોને ૩૩ કરોડ દેવતાની પ્રતિકૃતિ દર્શાવતી ગૌ માતાની છબી ભેટ આપવામાં આવી હતી. અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમરશીભાઇ મઢવીએ કર્યુ હતું….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

 

error: Content is protected !!