મોડી રાત્રે કોઈ મહિલા બાળકીને જન્મ આપી ખેડૂતના ફળીયામાં બનાવેલ એકઢારીયાની છત પર છોડી ફરાર….
વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે રહેતા એક ખેડૂતના એકઢારીયાની છત પરથી આજે વહેલી સવારે એક તાજી જન્મેલી બાળકી બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેથી બનાવની જાણ થતાં પોલીસ કાફલો અને 108 ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામ ખાતે રહેતા યુનુસભાઈ અલીભાઈ માથકીયા નામના ખેડૂતના ગામમાં આવેલ ઘરના ફળિયામાં ઢોર બાંધવા માટે બનાવેલ એકઢારીયાની છત પરથી આજે વહેલી સવારે એક તાજી જન્મેલી બાળકી બિનવારસી હાલતમાં મળી આવી હતી, જેથી બનાવની જાણ તાત્કાલિક ખેડૂતે 108 અને પોલીસને કરી હતી, જે બાદ બાળકીને તાત્કાલિક પ્રથમ વાંકાનેર જ્યાંથી વધુ સારવાર અર્થે બાળકીને રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાની માહિતી મળી છે…
બનાવ અનુસંધાને હાલ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બાળકી કોની છે, તેના માતા-પિતા કોણ અને શા માટે બાળકીને અહી તરછોડી દેવામાં આવી છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0