
વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રીજ પાસે રિક્ષામાં પેસેન્જર ભરવા બાબતે ઇકો ચાલકે માથાકૂટ કરી રીક્ષા ચાલક પર છરી વડે હુમલો કરી છરીના ઘા ઝીંકી દીધા હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે રીક્ષા ચાલક યુવનની ફરિયાદ પરથી ઈકો ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રીજ પાસે ગઈકાલે રાતડીયા ગામ ખાતે રહેતા સીએનજી રીક્ષા ચાલક વિજયભાઇ હિન્દુભાઇ ઝાપડા પોતાની રિક્ષામાં મુસાફરો બેસાડતા હતા ત્યારે ચોટીલા તાલુકાના જાની વડલા ગામે રહેતા ઇકો ચાલક ઉમેદ જેઠુરભાઇ કાઠી પેસેન્જર બેસાડવા બાબતે બોલાચાલી કરી ફરિયાદીને ગાળો આપતા વિજયભાઈએ ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાએલા આરોપીએ પોતાની પાસે રહેલ છરી વડે વિજયભાઈને સાથળમા તથા બન્ને પગમા ઘુંટણના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા જેથી ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો…


બનાવ બાદ આ મામલે ફરિયાદી વિજયભાઈ ઝાપડાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી ઇકો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઈપીસી કલમ ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe


