વાંકાનેર શહેરમાં પેડક વિસ્તારમાં રહેતા એક વૃદ્ધના પુત્રને પાડોશી સાથે થયેલી તકરાર બાબતે તેમના પાડોશમાં રહેતા ત્રણ પિતા-પુત્રો વૃદ્ધને ગાળો આપતા હોય જેને ગાળો આપવાની ના પાડતાં ત્રણેય પિતા-પુત્રોએ વૃદ્ધ પર હુમલો કરી માર માર્યો હતો જેથી આ બનાવમાં વૃદ્ધની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં રહેતા જેરામભાઈ જીવાભાઈ વોરા (ઉ.વ. 65) નામના વૃદ્ધએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના પુત્રને અગાઉ તેમના પાડોશમાં રહેતા આરોપી રમેશભાઈ હરિભાઈ વોરા, કિશોરભાઈ રમેશભાઈ વોરા અને ભરતભાઇ રમેશભાઈ વોરાએ સાથે ઝઘડો થયો હોય જેનો ખાર રાખી ફરિયાદી આરોપીઓના ઘર પાસેથી નીકળે ત્યારે ગાળો આપતા હોય જેથી ફરિયાદી જેરામભાઈએ ગાળો આપવાની ના પાડતા ત્રણેય પિતા-પુત્રોએ ફરિયાદી પર હુમલો કરી લાકડી વડે માર મારતા તેમને પ્રથમ વાંકાનેર જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ ફરિયાદીએ ત્રણેય આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

 

error: Content is protected !!