પંચાસીયા મંડળીના સ્થાનિક સભાસદે કરેલ આર.ટી.આઇ. માં ખુલાસો…: બે વર્ષના સમયગાળામાં મંડળી સંચાલકો દ્વારા ગેરરીતિ કરી રૂ. 22,15,287 ની નુકશાની કરાઇ હોવાનું ખુલ્યું…

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વહિવટ બાબતે ગામનાં એક નાગરિક અને મંડળીના સભાસદે કરેલ આરટીઆઇમાં મંડળી સંચાલકો દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન રૂ. 22.15ની ગેરરીતિ કરાઇ હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે જેમાં ફરિયાદી દ્વારા આ બાબતે જવાબદારો તમામ સામે પગલાં ભરવા માંગણી કરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચાલતાં નાણાંકીય ગોટાળાઓ બાબતે મંડળીના સ્થાનિક સભાસદ શેરસિયા અલાઉદ્દીન રસુલભાઈ દ્વારા આરટીઆઇ કરી માહિતી માંગી હતી જેમાં વર્ષ ૨૦૧૯-૨૦ તથા ૨૦૨૦-૨૧ ના ઓડિટ રિપોર્ટ તથા ઓડિટ મેમો પરથી ગેરરીતિ થઇ હોવાનું સામે આવ્યું છે…

તા. 2.8.2021ના રોજ સ્પેશિયલ ઓડિટર મિલ્ક ઓડિટ ઓફિસ રાજકોટને ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં રૂ. 22,15,287 ની બિનહિસાબી રકમ સામે આવતા અરજદારે આ રકમની ઉચાપત કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કરીને વધુમાં જણાવ્યું હતું કે આટલી મોટી રકમની ઉચાપતને કારણે જ ડેરીના સભાસદોને પોતાના પશુ પ્રાણીઓના દુધમાં મળતું બોનસ છેલ્લા બે વર્ષથી નજીવું મળે છે.‌ ઓડિટ રિપોર્ટમાં જણાવ્યા મુજબ તા. 01/04/19 થી 31/03/2021 સુધીનું ઓડિટ હાથ ધરાતા ઓડિટ સમય દરમિયાન સરકારના નિયમો મુજબ નફો જે થવો જોઇએ તે થયો નથી અને સેમ્પલ દૂધ જે સરકારના ધારા ધોરણ મુજબ જમા લેવામાં આવેલ નથી, જેને કારણે બે વર્ષમાં રૂ. 22,15,287 દૂધ વેચાણ, પત્રક મુજબના નફામાં આવેલ ખાદ્ય વગેરેની જવાબદારી મંડળીના જવાબદારોની થાય છે, તેવું ઓડિટ રિપોર્ટમાં જણાવવામાં આવેલ છે.‌‌..

ઓડિટ રિપોર્ટના હાફ માર્જીન મેમોમાં જણાવ્યા મુજબ પંચાસિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ઓડિટના બે વર્ષના સમય ગાળા દરમિયાન નફો તથા સેમ્પલ દૂધની રકમ જમા લેવામાં આવેલ નથી, જેથી મંડળીને દૂધના નફામાં નુકસાની આવેલી હોય તેની જવાબદારી મંડળીના મંત્રી, મંડળીની કારોબારીની થતી હોય આં રકમ અંગે સહકારી કાયદાની કલમ 93 અથવા સહકારી કાયદાની કલમ 86 મુજબ જવાબદારી નક્કી કરવાની થતી હોય ખુલાસો કરવા અન્યથા ઉપર મુજબની રકમ મંડળીના બેંક ખાતામાં જમા કરાવી આધારો ડોક્યુમેન્ટ સ્પેશિયલ ઓડિટર મિલ્ક ઓડિટ ઓફિસ રાજકોટને દિવસ 15માં રજૂ કરવા અન્યથા ઉક્ત કલમો હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવાયું છે…

અમે તમામ આધાર, પુરાવા આપી રજુ કરી દીધા છે : મંત્રી

બાબતે પંચાસીયા દુધ મંડળીના મંત્રી માથકિયા સમીર હુસેનભાઇએ જણાવ્યું હતું કે, અમારા દ્વારા ઓડિટ રિપોર્ટ, ઓડિટ મેમોમાં જણાવ્યા મુજબના તમામ આધાર પુરાવા સાથેના ડોક્યુમેન્ટ નિયત સમયમાં સ્પેશિયલ ઓડિટરને રજૂ કરી દેવાયા છે. જેમાં સેમ્પલ દૂધ વર્ષ 2012 થી લેવાનું બંધ છે. જેથી આ બાબતે મંડળી પાસે માગવામાં આવેલી તમામ વિગતો અમોએ રજુ કરી આપી છે…

બાબતે મંત્રી દ્વારા કરવામાં આવેલ ખુલાસા સામે વાંકાનેર તાલુકાના એક સક્ષમ અગ્રણીએ જણાવ્યું છે કે ડેરીના નિયમ મુજબ મંડળી દ્વારા ફરજીયાત દુધનું સેમ્પલ લેવાનું હોય છે અને તેને ડેરીમાં જમા કરાવવાનું હોય છે તો આ બાબતે જવાબદારો દ્વારા આજ સુધી મંડળી સામે કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી ?

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

 

error: Content is protected !!