મોરબી જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાના સુચન અનુસાર મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દારૂ-જુગારની પ્રવૃત્તિ અટકાવવા પોલીસ કાર્યરત હોય જેમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પી.એસ.આઇ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા વિસ્તારની હદમાં પેટ્રોલિંગ કરી રહ્યા હોય જે દરમિયાન વાંકાનેર તાલુકાના પલાસ ગામ ખાતે કોઈ શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે કુંડાળુ વળી હારજીતનો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમીને આધારે સ્થળ પર રેઈડ કરતા ત્યાથી જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા હતા જ્યારે રેઈડ દરમિયાન પાંચ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પલાસ ગામ નજીક આવેલ મહાદેવના મંદિર નજીક વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી જેમાં ત્યાં જાહેરમાં જુગાર રમતાં સતીષભાઇ ગોરધનભાઇ કુણપરા (ઉ.વ-23, રહે-પલાસ તા-વાંકાનેર), વાલજીભાઇ ભનુભાઇ કૂણપરા (ઉ.વ-22, રહે-પલાસ તા-વાંકાનેર) અને જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતેશભાઇ સતાભાઇ ગમારા (ઉ.વ-21, રહે-પલાસ તા-વાંકાનેર)ને ઝડપી લીધા હતા…
જ્યારે પોલીસની આ રેડ દરમ્યાન અન્ય પાંચ આરોપી મુનાભાઇ બાબુભાઇ લાંબરીયા (રહે-પલાસ તા-વાંકાનેર), ભગુભાઇ નથુભાઇ કૂણપરા, રહે-પલાસ તા-વાંકાનેર), ભરતભાઇ મધાભાઇ કૂણપરા (રહે-પલાસ તા-વાંકાનેર), મહેશભાઇ કુકાભાઇ લાંબરીયા (રહે-પલાસ તા-વાંકાનેર),
મનસુખભાઇ ચોથાભાઇ છત્રોલીયા (રહે-પલાસ તા-વાંકાનેર) ફરાર થઈ ગયા હતા જેથી પોલીસે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી રોકડ રકમ રૂ. 12,100 કબ્જે કરી અન્ય ફરાર પાંચ સહિત કુલ આઠ આરોપીઓ સામે જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરીમાં પીએસઆઇ જાડેજા, ડી સ્ટાફ જમાદાર મયુરસિંહ જાડેજા, હરિચંદ્રસિંહ ઝાલા, મુકેશભાઈ જીલરીયા અને જુવાનસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, જગદીશભાઈ ગાબુ સહિતના જોડાયા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN