વાંકાનેર તાલુકાના પલાસ ગામ ખાતે તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન જાહેરમાં ગોળ કુંડાળું વળી જુગાર રમતા આઠ શખ્સોને રોકડ રકમ રૂ. 11,200 સાથે ઝડપી પાડી તમામ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા પલાસ ગામ ખાતે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). હીતેશભાઇ સવધણભાઇ કુણપરા, ૨). મુનાભાઇ વાધજીભાઇ ચતરોટીયા, ૩). મુનાભાઇ ગોવીંદભાઇ ગમારા, ૪). અશોકભાઇ ભુભાઇ શેટાણીયા, ૫). હેમંતભાઇ જીણાભાઇ કુણપરા,
૬) મુનાભાઇ ઉર્ફે મનાભાઇ દીનેશભાઇ કુણપરા, ૭). વીષ્ણુભાઇ સતાભાઇ ગમારા અને ૮). સવધણભાઇ ઉર્ફે મુનાભાઇ ખોડાભાઇ કુણપરા (રહે.તમામ પલાસ)ને રોકડ રકમ રૂ. 11,200 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl