વાંકાનેર તાલુકાના વિડી જાબુંડિયા ગામ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે ચોક્કસ ખાનગી બાતમીના આધારે સુરેન્દ્રનગર તરફથી આવતી એક કારને રોકી તલાશી લેતા તેમાંથી મોટા જથ્થામાં દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દેશી દારૂ અને કાર સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વિડી જાબુંડિયા નજીક આવેલી ભેટ ચોકડીએ વોચ ગોઠવી ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક ઇકો કારને રોકી તલાશી લેતા તેમાંથી 400 લીટર દેશી દારૂ (કી. રૂ. ૮,૦૦૦) મળી આવ્યો હતો જેથી પોલીસે કાર ચાલક આરોપીભાભલુભાઇ શીવકુભાઇ કરપડા (રહે.વેલાળા તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર) ને કાર તથા દેશી દારૂ સહિત કુલ રૂ. 1,08,000નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!