વાંકાનેર તાલુકાની પાડધરા ચોકડી પાસે બેલાની લીઝમાં રોયલ્ટી વગર બેલાનું વેચાણ કરવાની ના પાડતા એક શખ્સે બેલાની ખાણના કર્મચારી પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી આ બનાવની યુવાને વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી આકાશભાઇ ભીખુભાઇ ઓડેદરા (ઉ.વ. 22, રહે. હાલ પાડધરા, તા.વાંકાનેર)એ આરોપી સામતભાઇ નગાભાઇ કરમુર (રહે. ભાટીયા સોસાયટી, જલારામ મંદિર પાછળ, વાંકાનેર) સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.22 ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં પાડધરા ચોકડી પાસે એસ્સાર પેટ્રોલપંપથી આગળ પલાસ રોડ પર ફરીયાદીએ તેમની બેલાની લીઝમાંથી આરોપીને રોયલ્ટી વગર બેલાનું વેચાણ કરવાની ના પાડતા,
આરોપીએ આ બાબતનુ મન દુઃખ રાખી ફરીયાદી તથા સાહેદને રસ્તા વચ્ચે રોકી જેમફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી, માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ફરિયાદીએ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN