વિવિધ સરકારી કચેરીઓમાં ગુજરાત સરકાર‌ અંતર્ગત આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને થતાં અન્યાય બાબતે આજે વાંકાનેરના આઉટસોર્સ કર્મચારીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તેમણી માંગણીઓ રજુ કરી સરકાર સમક્ષ ન્યાય માટે રજુઆત કરી હતી…

ગુજરાત સરકારમાં કામ કરતા કરાર આધારિત આઉટ સોર્સ કર્મચારીઓ સરકાર સાથે ખભેખભા મિલાવી કામ કરી રહ્યા હોય તેમજ તેઓ કાયમી કર્મચારીઓ સમક્ષ અથવા તેવા કરતા વધારે કામ કરતા હોય છતાં તેઓને પગાર બાબતે અન્યાય કરવામાં આવી રહ્યો હોય જેથી બાબતે તેમણે વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત સાથે માંગ કરી હતી કે, ગુજરાત સરકારની અંદર કામગીરી કરતા તમામ કરાર આધારિત આઉટસોર્સ કર્મચારીઓને કાયમી કરવામાં આવે અથવા સમાન વેતન અંતર્ગત તેમની સમાન કેડરના કાયમી કર્મચારીઓની જેમ પગારના તમામ પ્રકારના લાભો આપવામાં આવે‌.

સાથે જ કાયમી કર્મચારીઓને મળતી રજાઓના લાભો, મેડીકલ કવરના લાભો, એલટીસી અને જીવન વીમાના લાભો, સરકારી કર્મચારીઓને મળતા GPF અને CPFનાં લાભો તથા તમામ આવા કર્મચારીઓની સેવાપોથી નિભાવ અને તમામ લાભોની તેમાં નોંધ લેવામાં આવે….

ગુજરાત રાજ્યની તમામ કચેરીઓમાં આઉટસોર્સથી ફરજ બજાવતાં કર્મચારીઓને સરકારશ્રી દ્વારા આઉટસોર્સ એજન્સીઓને અંદાજીત રૂ.૧૫,૦૦૦/- સુધીની ચુકવણી કરાતી હોય પરંતુ એજન્સીઓ મારફતે આઉટસોર્સ કર્મચારીઓને માત્ર રૂ.૪૦૦૦/- થી રૂ.૮૦૦૦/-સુધીનું વેતન ચુકવવામાં આવે છે તથા પીએફ પણ ઘણી એજન્સી દ્વારા જમા કરવામાં આવતો નથી જે બાબત આવા કર્મચારીઓ સાથે અન્યાય કર્તા છે. જેથી બાબતે સરકાર દ્વારા તાત્કાલિક આવા આઉટસોર્સ કર્મચારીઓની માંગણીઓ સ્વિકારી તેમની સાથે ન્યાય કરવા રજૂઆત કરવામાં આવી હતી….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR

 

error: Content is protected !!