વાંકાનેરના સરતાનપર રોડ પર જુના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોનો યુવાન પર હુમલો….

0

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ ઓરબ સીરામીક પાસે જુના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ લોખંડના પાઈપ વડે યુવાન પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી આ બનાવમાં યુવાનની ફરિયાદ પરથી પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ ઓરબ સીરામીક કરખાનામાં રહીને મજૂરી કામ કરતા વિજયભાઇ કાનજીભાઇ મેમકીયા (ઉ.વ.૨૨) નામના યુવાને આરોપીઓ સામત ઘુઘાભાઇ જોગરાણા, બાથાભાઇ ઘુઘાભાઇ જોગરાણા, ગોપાલ ગભુભાઇ, અજુભાઇ કાળુભાઇ જોગરાણા સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરીયાદીને આરોપી બાથા ઘુઘાભાઇ સાથે અગાઉ તેમના ગામમાં ઝઘડો થયેલ હોય,

જેનો ખાર રાખી આરોપીઓ ફોરવ્હીલ કાર લઇ ફરીયાદી પાસે આવી ફરીયાદીને ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી, આરોપી સામત ઘુઘાભાઇએ લોખંડના પાઇપ વતી ફરીયાદીને જમણા પગમાં નળાના ભાગે માર મારી ચાર ફેક્ચર જેવી ઇજા પહોંચાડી તેમજ આરોપી બાથા ઘુઘાભાઇએ લોખંડના પાઇપ વતી ફરીયાદીને ડાબા હાથમાં કાંડા પાસે માર મારી એક ફેક્ચર જેવી ઇજા પહોંચાડી હતી. જેથી આ બનાવમાં યુવાનની ફરિયાદ પરથી પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી ચારેય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR