વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાંથી પોલીસ દ્વારા થોડા દિવસ અગાઉ એક શખ્સને જામગરી બંદૂક સાથે ઝડપી લેવાયો હતો બાદમાં આજે ફરી એક શખ્સને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દેશી બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી પાડી આરોપી સામે આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાંથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી રાજેશભાઇ છગનભાઇ સેટાણીયા (ઉ.વ. 38) નામના શખ્સને દેશી હાથ બનાવટની મજલ લોડ સીંગલ બેરલ બંદુક (જામગરી) સાથે ઝડપી લીધો હતો….

આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે ગેરકાયદેર જામગરી બંદૂક રાખનાર આરોપી રાજેશ વિરુદ્ધ આર્મ્સ એકટ કલમ રપ(૧-બી)એ તથા જી.પી.એકટ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2

error: Content is protected !!