વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમ્યાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરના નવાપર વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રોકડ રકમ રૂ. 37,400 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન કો દિવ્યરાજસિંહ ઝાલા અને કૃષ્ણરાજસિંહ ઝાલાને સંયુક્ત રીતે મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે વાંકાનેરના નવાપરા-ખડીપરા વિસ્તારમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). અજયભાઈ પ્રેમજીભાઈ બાવળિયા, ૨). સુનિલભાઈ શંકરભાઈ સારલા, ૩). મુકેશભાઈ રમેશભાઈ ડાભી,

૪). ઉમેશભાઈ જાદવભાઈ કુતિયા, ૫). ભરતભાઈ નાનજીભાઈ દેગામા અને ૬). અશ્વિનભાઈ ઉકાભાઇ મકવાણાને રોકડ રકમ રૂ. 37,400 સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!