વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તવાઈ ઉતારી ત્રણ અલગ અલગ દરોડા દરમ્યાન ત્રણ શખ્સોને 20 બોટલ દારૂ સાથે ઝડપી પાડી ત્રણેય આરોપીઓ સામે પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

ઉપરોક્ત બનાવમાં પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે માટેલ-વિરપર રોડ ઉપર ગૌશાળા પાસેથી દશરથભાઇ ગોરધનભાઇ સરાવાડીયા (રહે.માટેલ)ને મેકડોવેલ્સ નંબર-1 સુપીરીયર વ્હીસ્કી 12 બોટલ વિદેશી દારૂ જેની કિંમત રૂ. 4500 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બીજા દરોડામાં વાંકાનેર તાલુકા જામસરથી વરડુસર ગામ જવાના રસ્તેથી પસાર થતા એક મોટરસાયકલ ચાલકને રોકી તલાશી લેતા બાઈકચાલક વિક્રમભાઇ ગગજીભાઇ અઘારા (રહે.રામપર તા.મુળી જી.સુરેન્દ્રનગર) પાસેથી મેકડોવેલ્સ નં-1 વ્હીસ્કીની 7 બોટલ જેની કિંમત રૂ. 2,625 મળી આવી હતી જેથી પોલીસે બાઈક અને વિદેશી દારૂ સહિત કુલ રૂ.17,625ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર તાલુકા પોલીસની ત્રીજી કાર્યવાહી દરમ્યાન પોલીસે આરોપી સુરેશભાઇ વશરામભાઇ કુનતીયા (રહે.વરડુસર)ને સરતાનપર રોડ ઉપરથી વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!