વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના નવા રાજાવડલા ગામે કેનાલના એરવાલ પાસેથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા સાત શખ્સોને રોકડ રકમ રૂ. 12,400ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટિ પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના નવા રાજાવડલા ગામે કેનાલના એરવાલ પાસે પોલીસે દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૧). રમેશભાઈ પ્રેમજીભાઈ ડેડાણીયા, ૨). વિમલભાઈ મહેશભાઈ ચાવડા, ૩). દિનેશભાઇ કળુભાઈ દેત્રોજા,

૪). જગદીશભાઈ વરસિંગભાઈ શિહોર, ૫). ભરતભાઈ અમૃતભાઈ ચાવડા, ૬). સંજયભાઈ રસિકભાઈ સોલંકી અને ૭). અરૂણભાઇ શંકરભાઈ ડેડાણીયા (રહે. તમામ રાજાવડલા)ને રોકડ રકમ સહિત કુલ રૂ. 12,400 સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!