શિક્ષણ ભવનથી સંસદ ભવન સુધીના યાત્રી, સેવાના પર્યાય, નખશીખ શિક્ષક / પ્રિન્સિપાલ, જીવદયાપ્રેમી જૈન અગ્રણી સ્વર્ગસ્થ લલિતભાઈ અમૃતલાલ મહેતા ગત તા. ૦૮ જુલાઈના રોજ 86 વર્ષની ઉંમરે ટૂંકી બીમારી બાદ અરિહંત શરણ પામતાં ગુરૂવારે વાંકાનેરની શ્રી કે. કે. શાહ હાઈસ્કૂલના ઓડીટોરીયમમાં તેમની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં સામાજિક તથા રાજકીય આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા…

સ્વર્ગસ્થ લલિતભાઈ મહેતાએ રાજ્યસભાના સાંસદ, જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર તેમજ રાજકોટ નાગરિક
સહકારી બેંકના એમ.ડી .જેવી અનેક સામાજિક જવાબદારી વહન કરી હતી. વર્તમાનમાં વિદ્યા ભારતી શૈક્ષણિક સંકુલ વાંકાનેરના પ્રમુખ તેમજ વી.વી.પી .એન્જિનિયરિંગ કોલેજ, રાજકોટ તેમજ ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, રાજકોટના મેનેજિંગ ટ્રસ્ટી, દેવદયા ટ્રસ્ટ વાંકાનેર, વાંકાનેર એજ્યુકેશન સોસાયટી -વાંકાનેર, વાંકાનેર પાંજરાપોળ ગૌશાળાના પ્રમુખ તરીકેની જવાબદારી વહન કરી રહ્યા હતા તેમના સ્વર્ગવાસથી સમગ્ર વાંકાનેર પંથક તેમજ ગુજરાતના
જાહેર જીવનમાં ખૂબ મોટી ખોટ પડી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!