બીટી કોટન બિયારણ એટલે માત્ર અને માત્ર બોર્ડગાર્ડ. આ સિવાયના કોઈપણ બીટી કોટન બિયારણ વેંચવા કે રાખવા ફોજદારી ધારાની કલમ મુજબ ગુનાહિત પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે, તેમ છતાં આવી અનઅધિકૃત પ્રવૃત્તિએ વાંકાનેર વિસ્તારમાં માઝા મૂકી છે. જેમાં ખેડૂતોને છેતરવા માટે ખાનગી રાહે દલાલો મારફતે તુટફુલ નોન બોલગાર્ડ બીટી કોટન બિયારણ ફોરજી અને ફાયજીના આકર્ષક લેબલ સાથે બેથી ત્રણ ગણા ભાવે વેચાઇ રહ્યું છે.

આ નકલી નોન બોલગાર્ડ બીટી બિયારણ ગુલાબી ઈયળ પ્રુફ હોવાનું ખેડૂતોને સમજાવી અમુક વેપારીઓ માત્ર પૈસા કમાવવાની લાલચે ખેડૂતોને છેતરી તેમની રોજીરોટીને પાટું મારી રહ્યા છે. ઓરીજીનલ બોલગાર્ડ બીટી બિયારણની એક થેલીના રૂ. 750 ભાવ નક્કી કરાયા છે જેની સામે આ નકલી બીટી બિયારણમાં 4જીના રૂ. 1150 અને 5જીના રૂ. 2000 તોડી ખેડૂતોને લુંટાઈ રહ્યા છે. જેમા વાંકાનેર વિસ્તારમાં ખાનગી રાહે આ બિયારણનો વેપલો સતત પ્રગતિ સાધી રહ્યો છે.

આ નકલી બીટી બિયારણનું હેડક્વાટર રાજકોટ નજીક શાપર-વેરાવળ હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યાં વીણાવ કપાસના કપાસિયા લઈને જાવ એટલે તેને તેને ડીલેંટ કરીને તમે કહો તેવા બોલગાર્ડના અને તુટફુલના માર્કા સાથેના પેકિંગ કરવાનું મોટુ ષડયંત્ર ચાલી રહ્યું હોવાનું ખાનગી રહે સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. વધુમાં આ નકલી તુટફુલ બીટી બિયારણ ગુજરાતના અમદાવાદ, મહેસાણા, ખેડા, આણંદથી પણ આયાત થતુ હોવાનું પણ જાણવા મળે છે…

આ નકલી તૂટફૂલ બીટી બિયારણ વાંકાનેર વિસ્તારમાં મધરાત્રીના અને વહેલી સવારના વાંકાનેર બાઉન્ડ્રી અને કુવાડવા ચોકડી ખાતેથી વાંકાનેર વિસ્તારમાં પ્રવેશતું હોવાની વિગતો મળી રહી છે. વાંકાનેર શહેરમાં ગેરકાયદેસર નકલી બીટી બિયારણ વહેંચતાં વેપારીઓ આ નકલી બિયારણ પોતાની દુકાનોમાં ન રાખી શહેરના છેવાડાના વિસ્તારમાં ખાનગી ગોડાઉનો ભાડે રાખીને આ નકલી બીટી બિયારણ જથ્થો ત્યાં સંગ્રહ કરી ત્યાંથીજ ગ્રાહકોને વહેંચવામાં આવી રહ્યા હોવાની ચર્ચા સંભળાઈ રહી છે.

આ સાથે જ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારો પૈકી તિથવા, પાંચદ્વારકા, પીપળીયારાજ, રાતીદેવરી, સિંધાવદર, પંચાસર સહિતના ગામોમાં પણ આ નકલી બીટી બિયારણનો મોટો જથ્થો સંગ્રહ કરાયો હોવાની પણ ચર્ચા જાગી છે. વધુમાં વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના રાતીદેવરી ગામમાં આ નકલી બીટી બિયારણના મોટા જથ્થામાં ગોડાઉનો ભર્યા છે. આવડા મોટા જથ્થામાં પ્રતિબંધિત ગેરકાયદેસર બીટી બિયારણનો વેપલો થઈ રહ્યો છે અને ખેડૂતો પોતાની અજ્ઞાનતાના કારણે હસતા હસતા છેતરાઇ રહ્યાં હોવા છતાં જવાબદાર રાજ્ય સરકારના કૃષિ વિભાગ અને ક્વોલિટી કન્ટ્રોલ વિભાગ કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યું છે ?

આ નકલી તુટફુલ બિયારણ બાબતે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ સીધું કાર્યવાહી કરી શકે છે તેમજ કૃષિ વિભાગ અને પોલીસ ડિપાર્ટમેન્ટ એકબીજા પર દોષનો ટોપલો નાંખવાના બદલે સંયુક્ત રીતે કામ કરે તો મસમોટા ષડયંત્રનો પર્દાફાશ થઇ શકે તેમ છે અને ખેડૂતો પોતાની બરબાદીથી બચી શકે તેમ છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f

 

error: Content is protected !!