નગરપાલિકાના સત્તાધીશ પ્રમુખે પોતાની સત્તા બહારના હુકમો બાબતે સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે 14 મુદ્દે કારણદર્શક નોટિસ ફટકારી તાત્કાલિક જવાબો રજૂ કરવા આદેશ આપ્યા….

વાંકાનેર શહેરના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે જેમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે વાંકાનેર નગરપાલિકાને 14 મુદ્દે કારણદર્શક નોટિસ ફટકારી પ્રમુખ સતા બહારના જે કામો કરતા તે સંદર્ભે જવાબ રજૂ કરવા આદેશ જારી કર્યો છે. બાબતે જો પાલિકાના સત્તાધીશો દ્વારા નોટીસનો યોગ્ય જવાબ નહિ આપવામાં આવે તો પાલિકા વિસર્જિત કરવાની પણ તૈયારી દર્શાવી છે…

વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ દ્વારા પોતાની સત્તા બહાર ઘણા કામો કર્યા હોય અને પાલિકા તંત્ર દ્વારા ઘણા વહિવટોમાં ખોટ હોય જેથી આ બાબતે રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વાંકાનેર નગરપાલિકાના સત્તાધીશોને કારણદર્શક નોટિસ ફટકારી જવાબો રજૂ કરવા આદેશ આપવામાં આવ્યા છે. વધુમાં પ્રમુખના અણધણ વહીવટને ચૂંટાયેલ બોડી પણ બહાલી આપી ગેરકાયદેસર હુકમોમાં સહભાગી બનતી હોય અને કર્મચારીને તાત્કાલિક છુટા કરી દેવા, રજાઓ નામંજૂર કરવી, પાલિકાને ફાળવેલ ગ્રાન્ટનો ઉપયોગ ન કરવો, વહિવટી અસમર્થતા દર્શાવી જેવા અનેક ચીફ ઓફિસરને લેવાના થતા નિર્ણયો પ્રમુખે પોતે લીધા હોય તથા આ ઉપરાંત નાણાકીય હિસાબો પણ વ્યવસ્થિત ન હોય, ભંડોળનો પણ પૂરો ઉપયોગ વિકાસ કામો માટે થતો ન હોવા સહિત કુલ 14 મુદ્દાઓ અનુસંધાને સરકારે વાંકાનેર નગરપાલિકાને કારણદર્શક નોટિસ ફટકારી, આ 14 મુદ્દાઓને ધ્યાને લઈને પાલિકાને વિસર્જિત કેમ ન કરવી તે માટે ખુલાસો કરવાના આદેશ આપવામાં આવ્યો છે…

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વાંકાનેર નગરપાલિકા અધિનીયમ 1963 અન્વયે ફરજ બજાવવામાં નિષ્ફળ રહેલ હોય, પાલિકાને કલમ 263(1) હેઠળ કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ જનરલ બોર્ડ સમક્ષ તાત્કાલિક રજૂ કરીને આ નોટિસ સંદર્ભમાં જે કઈ રજુઆત કે જવાબ હોય તેનો લેખિત ખુલાસો જનલર બોર્ડના ઠરાવ સ્વરુપે નિયત સમય મર્યાદામાં આપવાનો રહેશે. જો કોઈ ખુલાસો નહિ મળે તો પાલિકાને આ બાબતે કઈ કહેવાનું થતું નથી તેવું માનીને આગળની પાલિકા વિસર્જિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે જણાવ્યું છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!