વાંકાનેર શહેર ખાતે ગઈકાલના રોજ દશનામ ગોસ્વામી સમાજનો યુવાનો દ્વારા ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આઠ વર્ષની માસૂમ બાળકી પર થયેલ બળાત્કાર અને હત્યાના બનાવમાં આરોપીને કડકમાં કડક સજા આપવા બાબતે વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી….

બાબતે શ્રી દશનામ ગોસ્વામી યુવા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ-વાંકાનેર દ્વારા પ્રાંત અધિકારીને આપવામાં આવેલ આવેદનપત્રમાં તેમણે જણાવ્યું છે કે, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જાત્રખંડી ગામ ખાતે આઠ વર્ષની ગોસ્વામી સમાજની દિકરી પ્રથાને કોઈ નરાધમ દ્વારા બીડી લેવાના બહાને બોલાવી બળાત્કાર ગુજારી હત્યા કરી નાખી હતી, જેથી આ બનાવમાં આવા નરાધમને કડકમાં કડક ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી…..

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

 

error: Content is protected !!