અવારનવાર નાના-મોટા પ્રશ્ને કર્મચારીઓ હડતાળ પર ઉતરી આખા શહેરને બાનમાં લેતા હોય, જેની સામે પણ નાગરિકોમાં રોષ : હાલ વહિવટી ગેર સમજ દુર કરાતા તાત્કાલિક હડતાળ સમેટાઇ !

વાંકાનેર નગરપાલિકાના કર્મચારીઓની ગઈકાલે ચીફ ઓફિસર સાથે ગેરસમજ અને ગેરવર્તણુંક બાબતે હડતાળ પર ઉતરી ગયા હતા જેમાં સાંજના સમયે ઉચ્ચ અધિકારીઓ આવી બંને પક્ષો વચ્ચે દખલગીરી કરતા હડતાળ સમેટાઇ ગઇ હતી….

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર નગરપાલિકાના કર્મચારીઓ અવાર-નવાર નાના-મોટા પ્રશ્નોએ હડતાળ પર ઉતરી જતાં હોય જેનાથી શહેરની રોજબરોજની તમામ જરૂરી કામગીરી ખોરવાઈ જતી હોય અને વાંકાનેર શહેર બાનમાં આવી જતા આ બાબતે શહેરના નાગરિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે…

ગઈકાલની હડતાળ બાબતે ચિફ ઓફિસર દ્વારા નગરપાલિકાના કર્મચારીઓ તેમના આદેશનું પાલન ન કરતાં હોય તેમજ વહીવટી પારદર્શકતા પણ ન રાખતા હોય સાથે જ કામકાજના સમયમાં બીન જરૂરી રાજકીય આગેવાનો પાસે બેસ્યા રહેતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જે આક્ષેપો મહદઅંશે ખરા હોવાની જાગૃત નાગરિકોમાં ચર્ચા થઈ રહી છે. જ્યારે સામાપક્ષે કર્મચારીઓ દ્વારા ચીફ ઓફિસર બિન હેરાન કરતાં હોવાનું રટણ કરી રહ્યા હતા….

રાતોરાત હડતાળ કેમ સમેટાઇ ?

આ મામલાની જાણ રીજનલ ઓફિસરને થતા તેઓ ગઈકાલે સાંજે વાંકાનેર નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા અને કર્મચારીઓ અને ચીફ ઓફિસર સાથે વાતચીત કરી હતી તો આ મામલે રીજનલ ઓફિસરની સમજાવટ બાદ પાલિકાના કર્મચારીઓએ હડતાલ સમેટી લીધી હતી અને રીજનલ ઓફિસર દ્વારા કર્મચારીઓને ચીફ ઓફિસરની વાત માનવા અને તેમના સુચનાઓનું પાલન કરવા તેમજ કચેરીના તમામ વહીવટો પારદર્શક રીતે કરવા કડક સુચના આપવામાં આવી હોવાનું ચીફ ઓફિસર તેજલબેન મુંધવાએ જણાવ્યું છે. જેના પરથી નગરપાલિકાના કર્મચારીઓની મનમાની ઉજાગર થઈ છે…..

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!