ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પુરી થઈ ચૂકી છે ત્યારે વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર 4માં બહુજન સમાજ પાર્ટીના ચારે ચાર ઉમેદવારોની પેનલનો જંગી બહુમતીથી વિજયી થયો છે. જેથી આ વિજય બદલ બસપાના કોર્પોરેટર ઝાકીરહુસેન મોહસીનભાઈ બ્લોચ દ્વારા આ વોર્ડના તમામ મતદારો, આગેવાનો, ટેકેદારો, કાર્યકરો અને વડિલો-શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે…
વાંકાનેર નગરપાલિકાના કુલ સાત વોર્ડના 28 કોર્પોરેટર માંથી સૌથી વધુ 1895 જેટલા મતો મેળવનાર લોકપ્રિય અને લોકલાડીલા વિજેતા ઉમેદવાર ઝાકીરહુસેન મોહસીનભાઈ બ્લોચે વોર્ડ નંબર 4ના તમામ મતદારો, બસપાના કાર્યકરો, સામાજિક-રાજકીય આગેવાનો અને ટેકેદારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા બદલ જાહેર આભાર વ્યક્ત કર્યો છે…
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ત્યારથી પરિણામ જાહેર થયા સુધી વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર 4ના બહુજન સમાજ પાર્ટીના ચારે ચાર ઉમેદવારોને વિજયી બનાવવા માટે તનતોડ મહેનત કરનાર તમામ કાર્યકરો, બસપાના આગેવાનો અને આ વોર્ડના મતદારો જેમણે તેમના પર વિશ્વાસ મુકી અને બસપા તરફી જંગી મતદાન કરી તેમને વિજય બનાવનાર તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો…
આ સાથે જ તેમણે આગામી સમયમાં આ વોર્ડના તમામ પ્રશ્ને શક્ય તમામ પ્રયાસો કરી અને તેના વિકાસ માટે સહભાગી બનશે તેવો મતદારોને વિશ્વાસ અપાવ્યો છે…
લી.
ઝાકીરહુસેન મોહશીનભાઈ બ્લોચ
(કોર્પોરેટર, વાંકાનેર નગરપાલિકા)
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL