ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આજે સમગ્ર રાજ્યના 9 નવા બસ સ્ટેશન-ડેપો-વર્કશોપ નું લોકાર્પણ તેમજ 5 બસ સ્ટેશન-ડેપો-વર્કશોપનું ઇ-ખાતમૂહુર્ત કરાશે. આજે ઇ-ખાતમૂહુર્ત થતાં નવા બસ સ્ટેશનમાં મોરબી જિલ્લામાંથી મોરબી તેમજ વાકાંનેરના એસ.ટી. બસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે…
આજે શુક્રવારે સવારે 10:30 કલાકે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇના હસ્તે ગાંધીનગર ખાતેથી નવા બસ સ્ટેશનનોના ઇ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી ખાતે બસ સ્ટેશનના ખાતમૂહુર્ત પ્રસંગે પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલ તેમજ વાકાંનેર ખાતે પશુપાલન અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ખાસ ઉપસ્થિત રહેશે…
રાજકોટ એસ.ટી. વિભાગ હેઠળના મોરબી(નવું)ના બસ સ્ટેશનના અદ્યતન બાંધકામ માટે રૂ. 543.56 લાખની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે વાંકાનેર ખાતે રૂ. 422.76 લાખના ખર્ચે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવિન બસ સ્ટેશનનું ઈ-ખાતમૂહુર્ત કરવામાં આવશે….
નવા બસ સ્ટેશનમાં મુસાફરોને મળશે આટલી સુવિધાઓ….
નવા બસસ્ટેશનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેને વેઇટીંગ હોલ, સ્ટુડન્ટ પાસ બારી, રીઝર્વેશન રૂમ, ડેપો મેનેજર રૂમ, કંટ્રોલ રૂમ, સ્ટેન્ડ ઇન્ચાર્જ રૂમ, એડમીન ઓફિસ, વી.આઇ.પી. વેઇટીંગ લોંજ, કેન્ટીન, વોટર રૂમ, સ્ટોલ કમ શોપ, ઇલેક્ટ્રીક રૂમ, પાર્સલ રૂમ, લેડીજ રેસ્ટ રૂમ, બેબી ફિડીંગ રૂમ, મુસાફર માટે શૌચાલયની ગ્રાઉન્ડ ફ્લોર પર સુવિધાઓ જ્યારે પ્રથમ માળે કેશ રૂમ, બુકીંગ રૂમ, ટ્રે રૂમ, નાઇટ ક્રુ, રેસ્ટ રૂમ, સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly