વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સાત વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરો દ્વારા વિવિધ સેવાકાર્યો થકી ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં વાંકાનેર તાલુકા યુવા ભાજપ દ્વારા વાંકાનેરના ઢુવા ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 63 બોટલ જેટલું રક્ત એકત્ર થયું હતું…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સાત વર્ષ પૂર્ણ થવા પર ભાજપ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટ, મોરબી જીલ્લા યુવા ભાજપ પ્રમુખ રવિભાઈ સનાવડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ જગદીશસિંહ ઝાલા દ્વારા ઢુવા ગામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 63 બોટલ રક્ત એકત્ર કરવામાં આવી હતી…
વાંકાનેર તાલુકા યુવા ભાજપ દ્વારા આયોજિત આ રક્તદાન કેમ્પમાં ભરતભાઈ, જગદીશસિંહ અને માધાભાઈ ભવાની હોટેલ વાળા હાજર રહ્યા હતા તેમજ આ કેમ્પ ઢુવા ગામની ભવાની હોટેલ ખાતે યોજાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly