વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે નવાપરા ખડીપરા વિસ્તારમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા બે મહિલા અને ચાર પુરુષ સહિત કુલ છ શખ્સોને રોકડ રકમ રૂ. 15,490 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન કો. પરબતભાઇ મર્યાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના નવાપરા ખડીપરા પટ્ટમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). ગફારભાઇ ઈસ્માઈલભાઈ મોવર, ૨). અલિઅસગરભાઈ ઓસ્માનભાઈ શેખ, ૩). ઈસ્માઈલભાઈ મામદભાઈ શેખ, ૪). ઈકબાલભાઈ ઈસ્માઈલભાઈ શેખ, ૫). શાંતીબેન ભીમજીભાઈ રાઠોડ અને ૬). રેશ્માબેન ઈસ્માઈલભાઈ શેખને રોકડ રકમ રૂ. 15,490 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં હોડ કો. યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, કો. પરબતભાઇ મર્યા, પ્રતિપાલસિંહ વાળા, કુષ્ણરાજસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઈ ગઢવી સહિતના જોડાયા હતા…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU