વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં પાડોશીના ઘરે બેસવા જવા જેવી સામાન્ય બાબતે પાડોશી મહિલાઓ બાખડી હતી જેમાં એક મહિલા અને તેના દીકરાને બે મહિલાઓએ ગાળો આપીને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં ભોગ બનેલ મહિલાની ફરીયાદ પરથી વાંકાનેર પોલીસે બે મહિલાઓ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા કાજલબેન હસમુખભાઈ વિજવાડિયા(ઉ.વ. 40)એ તેમના પાડોશી હકુબેન દેવજીભાઈ સારલા અને કાજલબેન દેવજીભાઈ સારલા સામે ફરિયાદ નોંધાવે છે કે ફરિયાદીના પતિ આરોપી હકૂબેનના સસરા પાસે બેસવા માટે જતા હોય જે બાબત આરોપી મહિલાને સારી નહીં લાગતાં આ બાબતનો ખાર રાખીને આરોપી મહિલાઑએ ફરિયાદી જ્યારે શેરીમાંથી પસાર થતા હોય ત્યારે તેમને રોકી ગાળો આપી, ઝપાઝપી કરી અને હકુબેને ફરિયાદીને લાકડી વડે માર માર્યો હતો…

જ્યારે અન્ય આરોપી કાજલબેને તેઑને તેમજ તેમના દીકરાને માર માર્યો હતો. બનાવ બાદ ભોગ બનેલ મહિલાએ વાંકનેર સિટી પોલીસમાં બંને આરોપી મહિલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr

error: Content is protected !!