વાંકાનેર સીટી પોલીસ ટીમના શહેર નજીક નર્સરી ચોકડી ખાતે પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક યુવાનને રોકી તેની તલાસી લેતાં તેની પાસેથી પાંચ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે યુવકની પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના નર્સરી ચોકડી નજીક પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા રોહીતભાઈ ઉર્ફે કુકો ભુપતભાઈ માતાસુરીયા (ઉ.વ. ૨૮, રહે.ચોરવીરા તા.સાયલા જી.સુરેન્દ્રનગર)ને રોકી તલાશી લેતા યુવાન પાસેથી વિદેશી દારૂની પાંચ બોટલ (કિંમત રૂ.1600) મળી આવી હતી…
બનાવની અનુસંધાને પોલીસે સ્થળ પરથી યુવકને પકડી તેની સામે વાંકાનેર સીટી પોલીસમાં પ્રોહીબિશન એક્ટની કલમ-૬૫-(a)(a) તથા ૧૧૬-B મુજબ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf