મુસ્લિમ સમાજના ધર્મગુરૂ તેમજ પીરે તરીકત હઝરત પીર સૈયદ ઈન્તેખાબઆલમ બાવા સાહેબનું ગઈકાલે સુરત મુકામે દુઃખદ અવસાન થયેલ છે. જેમની અંતિમવિધિ આજે વાંકાનેર ખાતે કરવામાં આવશે જેમાં તેમના અંતિમ દિદાર(દર્શન) માટેનો સમય આજે બપોરે 3 વાગ્યે તેમના ગુલશન પાર્ક સોસાયટી-વાંકાનેર સ્થિત ઘરે રાખવામાં આવેલ છે.

ત્યારબાદ તેમના જનાઝાની નમાઝ પીર સૈયદ મોમીનશાહબાવાની દરગાહ (ચંદ્રપુર) ખાતે પઢવામાં આવશે. જે બાદ તેમની દફનવિધિ લાલપર ગામ ખાતે અંજની કોટનની સામે, નેશનલ હાઇવે પર કરવામાં આવશે જેની સર્વે મુસ્લિમ બિરાદરોએ નોંધ લેવી….

👉 ખાસ સુચના :-

૧). અંતિમવિધિ માટ આવતા તમામ અકીદતમંદોએ કોવિડ-19 ના નિયમોનું પાલન કરવાનું રહેશે…
૨). ફરજિયાત માસ્ક પહેરવું…
૩). સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરવું….
૪). બને ત્યાં સુધી વાહનો ન લાવવા જેથી ટ્રાફિકની સમસ્યા ન થાય….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr

error: Content is protected !!