મોરબી-માળીયા હાઈવે પર ટીંબડી ગામના પાટીયા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, મુળ રાજસ્થાનના અને મોરબીમાં ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા પાંચેય યુવાનોના કમકમાટીભર્યા મોત…

મોરબી-માળીયા હાઈવે પર ટીંબડી ગામના પાટીયા પાસે ગઈકાલે મોડી રાત્રીના એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ યુવાનોના કમકમાટીભર્યા મોત થયા હતા. આ અકસ્માતમાં કાર ચાલક યુવાને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પર સાઈડમાં પાર્ક કરેલા બંધ પડેલા ટ્રેલર પાછળ ઘુસી ગઇ હતી જેમાં કાર સવાર તમામ યુવાનોના મોત થયા હતા…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી-માળીયા હાઈવે પર આવેલ ટીંબડી ગામના પાટીયા પાસે અશ્વમેઘ હોટલની સામે ગઈકાલે મોડી રાત્રીના ત્યાંથી પસાર થતી સ્વીફટ કાર નંબર GJ 36 F 1059 ના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઇડમાં પાર્ક કરેલા એક ટ્રેલરની પાછળ ઘૂસી ગઈ હતી જેમાં કારમાં બેઠેલા પાંચ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા…

આ અકસ્માતના બનાવમાં કારનો બુકડો બોલી ગયો હતો જેથી કારમાં બેઠેલા તમામ યુવાનોની બોડી ગાડીમાં જ ફસડાઈ ગઈ હતી જેથી કારના પતરાને કાપી પાંચેય યુવાનોની બોડીઓને બહાર કાઢવામાં આવી હતી અને ત્યારબાદ તમામ મૃતકોની બોડીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી…

આ અકસ્માતનો ભોગ બનેલા તમામ યુવાનો મુળ રાજસ્થાનના વતની હોય અને હાલ મોરબી ખાતે આશિર્વાદ ટ્રાન્સપોર્ટ ચલાવતા હોય જેમાં ગઇકાલે પોતાની ટ્રાન્સપોર્ટ ઓફિસેથી મોરબીના રહેણાંકે પરત ફરતા અકસ્માત સર્જાયો હતો જેમાં આનંદસિંગ પ્રભુરામ શેખાવત(ઉ.વ. 35, રહે. મૂળ ચુરૂ રાજસ્થાન, હાલ ગણેશનાગર ટિંબડી પાટિયા પાસે, મોરબી-૨), તારાચંદ તેજપાલ બારાલા(ઉ.વ. 25), અશોક કાનારામ બિરડા(ઉ.વ. 24), વિજેન્દ્રસિંગ અને અન્ય એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF

error: Content is protected !!