મોરબીની સેસન્સ કોર્ટમા લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ થયેલ આરોપીઓ મનુભાઈ બુટાભાઈ ટીંડાણી (કોળી) અને બુટાભાઈ રત્નાભાઈ ટીંડાણી (કોળી)એ જામીન માટે અરજી કરેલ હોય જે બનાવમાં નામદાર કોર્ટ દ્વારા બંનેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે…
મોરબી તાલુકા પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના આરોપીઓએ ફરીયાદીની માલીકીની મોરબી તાલુકા અને જાતી સમુદાયક ખેતી સહકારી મંડળીને કાયદેસર રીતે મળેલ મોરબી તાલુકાના ગીડચ ગામના સર્વે.નં . ૯૫/૨ ની હેકટ૨-૩-૮૪-૪૫ ચો.મી. વાળી સાંથણીની જમીનમાં આ કામના આરોપીઓએ અનઅધીકૃત રીતે ગે૨કાયદેસર કબજો કરી જમીન પચાવી પાડી ફરીયાદીને જમીનમાં જવાનો કાયદેસરનો હકક હોય તેમ છતાં જમીનમાં જતા રોકી ખેતીકામ કરવા નહી આપી આ મંડળીની જમીનમાં આરોપીઓએ આજ દીન સુધી કબજો ચાલુ રાખી ગુનો કર્યા બાબતની મો૨બી તાલુકા પોલીસે આરોપીઓ વીરુધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પતીબંધ કાયદાની કલમ– ૩, ૪ (૩), ૫ (સી) મુજબ તથા એટ્રીસીટી એકટની કલમ– ૩ (૧), (જી), (એક) મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામા આવેલી હતી
આ આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ આર. અગ્રેચણીયા રોકાયેલ હતા અને આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નીદોષ છે ખોટી ફરીયાદ આધારે પોલીસે ખોટી રીતે આરોપીઓને ગંભીર ગુનામાં સંડોવી દીધેલ છે. આ કામમાં મોટાભાગની તપાસ પુરી થઈ ગયેલ છે અને આરોપીની સીધી કે આડકતરી આ ગુનામાં સંડોવણી નથી કોઈ ગુનાહીત ભુતકાળ ધરાવતા નથી. પ્રથમ દર્શનીય રીતે આરોપીઓની આ ગુનામાં સંડોવણી નથી તેમજ બેઈલ માટેના વીવીધ ચુકાદાઓ રજુ કરેલ હતા ત્યારે આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીઓને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે. આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીય૨ ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, સુનીલ માલકીયા, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર રોકાયેલા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe