વાંકાનેર શહેર નજીક આવેલ લીંબળા ધાર પાસે એક કાર ચાલકે બુલેટને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બુલેટ બાઈક સવાર દંપતીને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેથી આ અકસ્માત અંગે બાઈક સવારે વાંકાનેર સિટી પોલીસમાં ઇકો કાર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોઠી ગામ ખાતે રહેતા ફારૂકભાઈ ઉસ્માનગનીભાઈ બાદી તથા તેમના પત્ની યાસ્મીનબેન પોતાના બુલેટ મોટર સાયકલ ઉપર વાંકાનેર તરફ આવી રહ્યા હતા ત્યારે લીંબળા ધાર નજીક ઇકો કાર નં. GJ 36 L 8932 ના ચાલકે તેમના બાઈકને પાછળથી ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવાર દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઉપરોક્ત બનાવ અનુસંધાને યાસમીનબેન બાદીએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ઇકો કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe