પોલીસે વિદેશી દારૂ સહિત કુલ રૂ. 1,63,500નો મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધો…

વાંકાનેર તાલુકા પોલીસના વાંકાનેર બાઉન્ડ્રી નજીક પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક ઇકો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને 91 નંગ વિદેશી દારૂના ચપલા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક ઈકો કારને રોકી તલાશી લેતા તેમાંથી રોટલ સ્ટગ કલાસીક વ્હિસ્કીના ચપલા નંગ 47 કી.રૂ.4700 તથા સીંગનેચર પ્રીમીયમ વ્હિસ્કી ચપલા નંગ 44 કી.રૂ.8800 તેમજ 1.50 લાખની ઇકો કાર સહિત કુલ રૂ 1,63,500નો મુદામાલ કબ્જે કર્યો હતો…

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આ બનાવમાં રાજકોટના પારડી ગામના કારચાલક આરોપી કેવલભાઇ ભીખાભાઇ પરમારને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહીબિશન એકટ કલમ.૬૫(એ)(ઇ),૧૧૬(બી),૯૮(૨) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe

error: Content is protected !!