પુલ તુટતા 400થી વધુ લોકો દુર્ઘટનાગ્રસ્ત, બચાવ કામગીરી શરૂ…
મોરબી ખાતે આજે સાંજના સમયે મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં તાજેતરમાં જ રીપેરીંગ કરી પુનઃ શરૂ કરવામાં આવેલ પ્રખ્યાત ઝુલતો પુલ વધારે લોકોના ટ્રાફિકના કારણે દુર્ઘટનાગ્રસ્ત બની તુટ્યો હતો જેના કારણે પુલ પર રહેલા અનેક લોકોનો પાણીમાં ગરકાવ થયો છે, હાલ બનાવની જાણ થતાં જવાબદાર તંત્ર ઘટનાસ્થળે દોડી જઇ અને પાણીમાં ગરકાવ થયેલ લોકોના બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે….
મોરબી ખાતે તાજેતરમાં જ રીનોવેશન બાદ ઝૂલતા પુલને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં આજે રવિવારે રજાના દિવસે ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો ફરવા માટે પહોંચ્યા હતા ત્યારે અચાનક જ કોઈ કારણસર પુલ તૂટી ગયો હતો. જેના કારણે લોકો નીચે મચ્છુ નદીમાં પટકાયા હતા. હાલ તંત્ર દ્વારા પુરજોશમાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચારસો કરતાં વધુ લોકો ઘટનામાં ઈજાગ્રસ્ત હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0