ગઇકાલે મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં યોજાઇ હતી, જેમાં વાંકાનેરની મહિકા સીટના કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્ય નવઘણભાઈ મેઘાણી દ્વારા આ વિસ્તારને લગતા વિવિધ મુદ્દે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. પંચાયતની સામાન્ય સભામાં નવઘણભાઈ મેઘાણી દ્વારા સાત મુદ્દે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા….
નવઘણભાઈ મેઘાણી દ્વારા જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં રજૂ કરવામાં આવેલ પ્રશ્નોમાં નાના અને સીમાંત ખેડૂતો માટે પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના, ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા સ્ટાફ, આંગણવાડી કેન્દ્રો, જીલ્લામાં કુપોષણ બાળકોની સંખ્યા, ચોમાસા પૂર્વે વિવિધ સિંચાઇ યોજનાઓ માટે સમારકામ, તથા વાંકાનેરના ઠીકરીયાળી ગામે આવેલ તળાવની જર્જરિત હાલતમાં વિશે પ્રશ્નો રજૂ કરી તેના નિકાલની માંગ કરવામાં આવી હતી…..
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC