મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખની અધ્યક્ષતામાં આયુષ મેળો ખુલ્લો મુકાયો….

વાંકાનેર શહેર ખાતે આજરોજ આયુર્વેદ શાખા-મોરબી દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં આયુર્વેદ સાથે નૂતન વર્ષનો પ્રારંભ કરી આપણા જીવનને આરોગ્યપ્રદ અને સુખમય બનાવવાના પ્રયાસો હાથ ધરવાના ઉદ્દેશ સાથે મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિંહોરા, જયંતભાઈ પડસુંબિયા, ઝહિરઅબ્બાસ શેરસીયા સહિતના મહાનુભાવોની હાજરીમાં આયુષ મેળો ખુલ્લો મુકાયો હતો….

આ આયુષ મેળામાં તમામ રોગો માટે આયુર્વેદ નિદાન-સારવાર કેમ્પ, તમામ રોગો માટે હોમીયોપથીક નિદાન-સારવાર કેમ્પ, વિવિધ આરોગ્યવર્ધક વાનગીઓનું પોસ્ટર પ્રદર્શન, દિનચર્યા, ઋતુચર્યા, વિરૂધ્ધ આહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓની સમજ આપતુ પ્રદર્શન, ૦ થી ૧૨ વર્ષના બાળકો માટે સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવવા, હરસ, મસા, ભગંદર જેવા રોગોમાં અસરકારક આયુર્વેદ સારવાર, સાંધાના દુ:ખાવાના દર્દીઓ માટે અગ્નિકર્મ ચિકિત્સા, સ્વાસ્થ્યવર્ધક આયુર્વેદ પીણુ – “હર્બલ ડ્રીંક”નુ વિતરણ, ઋતુજન્ય રોગચાળા સામે રક્ષણ આપતા ડ્રાય ઉકાળા તથા સંશમની વટી, આર્સેનિક આલ્બમનું વિતરણ વગેરે પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી….

આ તકે મોરબી જિલ્લા આયુર્વેદ ડોક્ટરોની ટીમના ડો. પ્રવિણ વડાવિયા, ડો. દિલીપ વિઠ્ઠલપરા, ડો. દિપ્તી કંડેચા, ડો. જીજ્ઞેશ બોરસાણીયા, ડો. ખ્યાતિ ઠક્કરાર, ડો. મિલન સોલંકી, ડો. અલ્તાફ શેરસીયા, ડો. મહમદમનસુર પિલુડીયા, ડો. જયેશ ગરધરિયા, ડો. શ્રીબા જાડેજા, ડો. વિરેન ઢેઢી, ડો. જે. પી. ઠાકર, ડો. એન. સી. સોલંકી, ડો. વિજય નાંદરીયા, ડો. હેતલ હળપતિ સહિતના ડોક્ટરોએ સેવા આપી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!