કોરોના કાળના કારણે સન્માન સમારોહ સ્થગિત કરવો પડ્યો હોય જેનું હવે આગામી દિવાળી વેકેશનમાં પુનઃ ભવ્ય આયોજન થઇ રહ્યું છે, જેના માટે ઓફ લાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા આજથી શરૂ….

ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી. વાંકાનેર તથા આકાશ ગંગા એજયુકેશન ટ્રસ્ટ કેરાળા દ્વારા આગામી દિવસોમાં મોમીન રત્ન સન્માન કાર્યક્રમ 2021નું ભવ્ય આયોજન થવા જઇ રહ્યું છે. જેમાં વાંકાનેર વિસ્તારના ગત શૈક્ષણિક વર્ષ માર્ચ 2020 / માર્ચ 2021 ના બંને વર્ષમાં પાસ થયેલ S.S.C./ H.S.C./ P.T.C./ ડિપ્લોમા/ ગ્રેજયુએટ/ B. Ed./ પોસ્ટ ગ્રેજયુએટ/ સ્પેશિયલ & પ્રોફેશનલ ડિગ્રી/ સ્પર્ધાત્મક પરીક્ષા ક્લાસ 1/2/3 માં પાસ થયેલ વર્ષ 2020-2021 પ્રતિભાવંત મોમીન સમાજના વિદ્યાર્થી ભાઇઓ-બહેનો તથા ગેલેક્સી સોસાયટીના સભાસદોના પ્રતિભાવંત સંતાનોને સન્માનિત કરવા માટે મોમીન રત્ન સન્માન સમારંભ આગામી દિવાળી વેકેશનમાં ગોઠવેલ છે….

આ સન્માન સમારોહ કોરોના કાળના કારણે જેતે સમયે સ્થગિત કરવો પડ્યો હોય જેનું આગામી દિવસોમાં પુનઃ ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, જેના માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોય તો દરેક વિદ્યાર્થીને તેના માટે છેલ્લી પરીક્ષાની માર્કશીટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો પાછળની સાઈડ નામ, સરનામું, મોબાઈલ નંબર લખી રૂબરૂ ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી. વાંકાનેર ખાતે તા 05/11/2021 સુધીમાં પહોંચાડવાનું રહેશે…👇👇👇👇👇👇👇👇👇


નોંધ :
1. અગાઉ ઓનલાઇન અરજી કરેલ વિદ્યાર્થીઓએ પણ રૂબરૂ અરજી કરવી…
2. મૂળ વાંકાનેરના વતની બહાર રહેતા મોમીન જ્ઞાતિના ભાઈઓ બહેનો પણ અરજી કરી શકશે…

રજીસ્ટ્રેશન સંદર્ભે વધુ માહિતી માટે નીચેના નંબર પર સંપર્ક કરવો…

ચૌધરી સાહેબ Mo : 94290 95632
લિયાકત બાદી Mo : 82382 77777

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!