શિક્ષણ મૂલ્ય વધતું જાય છે પરંતુ મૂલ્યોનું શિક્ષણ ઘટતું જાય છે જેના સેવા, સંસ્કારો અને મૂલ્યોનું સિંચન કરતી વાંકાનેર વિદ્યાભારતી સંચાલિત શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ તેમજ શાળાના આચાર્યો દ્વારા આગામી દિવાળી પર્વની ઉજવણી ઝુંપડપટ્ટી વિસ્તારોમાં જઇ નાના બાળકોના ચહેરા પર હાસ્ય લાવી અનોખી રીતે કરવામાં આવી હતી જેમાં શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા નાના બાળકો માટે કપડા, બુટ, ચપ્પલ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ ઘરેથી લાવી આ બાળકોમાં વિતરણ કરવામાં આવી હતી…
આચાર્ય દર્શનાબેન જાનીએ શાળાની વિદ્યાર્થીનીઓને ગરીબ લોકોનું પણ તમારા પર ઋણ છે, તેઓ તમારા અભ્યાસ માટે ટેક્સ ચૂકવી તમને પરોક્ષ રીતે ભણાવે છે તેવું સમજાવતા વિદ્યાર્થી બહેનોઆએ આ ગરીબોનું થોડું ઋણ ચૂકવવા માટે તત્પરતા બતાવી અને દિવાળી પહેલા અન્યના ચહેરા પણ પોતે જે ખરીદી કરે તે સમયે ખુશી આવે તેવી ખુશી લાવવા માટે નાનકડો પ્રયાસ કરી વાંકાનેરના જ્યાં પાણી-લાઈટ સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે તેવા પછાત વિસ્તાર પૈકીના ગાત્રાળ જંગલ, ગાયત્રી મંદિર ખાતે જઇ ત્યાં રહેતા ગરીબોના બાળકોને કપડા, બુટ-ચપ્પલ તથા બુદી-ગાંઠીયા-સેવનું વિતરણ કરી માનવ સેવા થકી અનોખી રીતે તહેવારોની ઉજવણી કરવામાં આવી હતી…
આ સાથે જ ઘણા ઝુંપડાઓમાં કોઈ હાજર ન હોય તો વિદ્યાર્થીની બહેનોએ ચૂપચાપ, કપડા, મીઠાઈ મૂકી અને ગુપ્ત દાન પણ કરવામાં આવ્યું હતું. આ રીતે શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંયુક્ત પ્રયાસથી દિવાળી પર્વની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી અને સેવા પરમ ધર્મ સુત્રોમાં માનતા સંસ્થાના પ્રમુખશ્રી લલિતભાઈ મહેતાના આદર્શ સામે રાખી ફટાકડા ફોડવાને બદલે ગૌ શાળામાં ગાયો માટે પણ દાન આપી, શાળાના રંગોળીના રંગોપૂરવાની સાથે અન્યના જીવનમાં પણ રંગ, ખુશી આપવાનો નાનકડો પ્રયાસ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf