વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે મકતાનપર ગામ નજીક દરોડો પાડી પાણીનાં ખાડામાં સંતાડી રાખેલ પાંચ બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો, જ્યારે આ બનાવમાં આરોપી સ્થળ પર હાજર નહીં હોવાથી તેને ફરાર દર્શાવી ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાંકાનેર તાલુકાના મકતાનપર ગામથી વરડુસર ગામ તરફ જવાના કાચા રસ્તે પાણી ભરેલ ખાડામાં આરોપી ઘનશ્યામભાઇ પ્રેમજીભાઇ રાણેવાડીયાએ વિદેશી દારૂની બોટલો છુપાવી હોય, જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની પાંચ બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 1875) ઝડપી લીધી હતી, જો કે દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt