મોરબી જિલ્લામાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસે એસ્યોર વેબ સાઇટ બનાવી તેમાં સ્થાનિક ઉધોગકારો અને કોન્ટ્રાકટરોને પોતાના શ્રમિકોનું રજીસ્ટ્રેશન કરવાની કડક સૂચના આપી હોવા છતાં આ નિયમનો અમલ ન થતા પોલીસે આ અંગે ધડાધડ ગુન્હાઓ નોંધી કાર્યવાહી કરી છે. જેમાં એસ્યોર વેબ સાઇટ ઉપર પરપ્રાંતિય શ્રમિકોનું રજિસ્ટ્રેશન નહિ કરાવનાર વાંકાનેર વિસ્તારના બે કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવામાં આવી છે…..

વાંકાનેર તાલુકા પોલીસે કોન્ટ્રાકટર પ્રવીણભાઇ વાઘજીભાઇ સુમેસરા (ઉ.વ-૩૭, રહે. આંબેડકર નગર શેરી નંબર-૨, વાંકાનેર) સામે ઢુવા જયસન સીરામીક કારખાનામાં પોતાની નીચે કામ કરતા શ્રમિકોનું MORBI ASSURED એપ્સ.માં રજીસ્ટ્રેશન નહિ કરાવતા તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બીજા બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે કોન્ટ્રાક્ટર સંજયભાઇ મગનલાલ મારવણીયા (ઉ.વ.૩૭, રહે. વૈભવનગર બ્લોક નં.૨૮ મોરબી) સામે ઢુવા બોફો સીરામીક કારખાનામાં MORBI ASSURED એપ્સ.માં પરપ્રાંતિય મજુરનુ રજીસ્ટ્રેશન નહિ કરાવી જાહેરનામાંનો ભંગ કર્યાનો ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!