વાંકાનેર શહેર નજીક માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ મીરાનીનગર સામે નેશનલ હાઈવે પર એક ડમ્પર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા 14 વર્ષીય બાળકને હડફેટે લેતા બાળકને માથામાં અને હાથે-પગે ગંભીર ઇજા પહોંચી હતી જેમાં બાળકનું મોત થયું હતું જેથી આ બનાવમાં મૃતક બાળકના પિતાએ ડમ્પરના ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ ચંદ્રપુર ગામ પાસે મીરાનીનગર ખાતે ઇરફાનભાઇ બ્લોચના મકાનમાં રહેતા વસીમભાઈ ઉર્ફે લાલો રફિકભાઈ બ્લોચ (ઉ.વ. 34)ના 14 વર્ષીય દીકરો અયાઝ નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરતો હઘય જે દરમિયાન ત્યાંથી પસાર થતા એક ડમ્પર નં. GJ 36 T 5546 ના ચાલકે અડફેટે લેતાં અયાઝને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેથી બાળકનું મોત થયું હતું….
ઉપરોક્ત બનાવ અનુસંધાને મૃતક બાળકના પિતા વસીમભાઈ બ્લોચે ડમ્પર ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓનો દીકરો હાઈવે પર રોડ ક્રોસ કરીને પાનની દુકાને મીઠું પાન લેવા માટે જઈ રહ્યો હતો ત્યારે રોડ ક્રોસ કરતાં તેના દીકરાને ડમ્પર ચાલકે હડફેટે લીધો હતો જેથી અયાઝને ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જેથી હાલમાં વસીમભાઈની ફરિયાદ પરથી પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ-૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ- ૧૮૪, ૧૩૪, ૧૭૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT