સરકાર દ્વારા ગંભીર ગુનાના આરોપીઓને છોડી મુકવાના નિર્ણય સામે વિરોધનો વંટોળ, તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા માંગ….

ગુજરાતમાં વર્ષ 2002ની કોમી રમખાણો દરમિયાન બિલ્કીસબાનુ પર થયેલ ગેંગરેપ અને તેના પરીવારના સાત સભ્યોની હત્યાના ગંભીર ગુનામાં સંડોવાયેલ 11 આરોપીઓને ગુજરાત સરકાર દ્વારા માફી આપીને છોડી મુકવાના નિર્ણય કરાતાં સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે ત્યારે સરકાર તાત્કાલિક આ નિર્ણય પરત ખેંચી અને આરોપીઓને પુનઃ જેલ હવાલે કરે તેવી માંગ સાથે આજે મોરબી જિલ્લા કલેક્ટર મારફતે મોરબી જિલ્લા માઇનોરીટી કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી‌…

બાબતે તેમણે આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ૨૦૦૨ ના કોમી તોફાનો સમયે બિલ્કીસબાનુ પર થયેલ ગેંગરેપ તથા તેમના પરીવારના ૭ સભ્યોની હત્યાના ૧૧ અપરાધીઓને ગુજરાત સરકારનો માફી આપીને છોડી મુકવાનો નિર્ણય આધાતજનક હોય જેથી તાત્કાલીક આ મામલે હસ્તક્ષેપ કરીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ગુજરાત સરકારના અપરાધીઓને માફી આપવાના નિર્ણયને પાછો લેવામાં આવે તે જરૂરી છે.

લાચાર અને નિસાહ ગર્ભવતી મહીલા બિલ્કીસબાનુ ઉપર થયેલ સામુહીક ગેંગરેપ અને તેમના પરીવારના ૭ સભ્યોની હત્યા કરનારા અપરાધીઓને છોડી મુકવાનો આદેશ સ્વતંત્ર દિવસે કરીને ગુજરાતની ભાજપ સરકારે સ્વતંત્ર દિવસ કલંકીત કરેલ છે, પરંતુ આવા નિર્મમ હત્યારાઓને મુક્ત કરવા જોઈએ નહીં. ગુજરાત ભાજપ સરકારે બિલ્કીસબાનુ સામુહીક બળત્કાર મામલામા સાત અપરાધીઓને માફી આપીને અસંવેદસીલતાનુ પ્રદર્શન કરેલ છે, ન્યાય મેળવવા માટે સંઘષ કરી રહેલા લોકો માટે આ નિર્ણય ખુબજ નીરાશાજનક છે. આવા ગંભીર ગુન્હામાં કોર્ટ દ્વારા સજા પામેલા અપરાધીઓની સજા માફ કરવીએ અમાનવીય ક્રુત્ય છે..

બિલ્કીસબાનુ સાથે જ્યારે બળત્કાર થયો ત્યારે તેના પેટમાં ૫ મહીનાનો ગર્ભ હતો તેમની ૩ વર્ષની દિકરી સહીત પરીવારના ૭ સભ્યોની તેમની આંખોની સામે બેરેહેમીથી હત્યા કરવામાં આવેલ હતી. આવા અપરાધીઓને સખતમા સખત સજા મળવી જોઈએ. એમનાથી વિપરીત ગુજરાતની ભાજપ સરકાર આવા જઘન્ય અપરાધોના અપરાધીઓને માફ કરી દીધા છે. સૌથી આધાતજનક વાત એ છે કે કટ્ટરપંથી વિચારધારા ધરાવતા લોકો આવા અપરાધીઓના મુક્તથવા પર ઉજવણી કરીને તેમનુ સન્માન કરી રહ્યા છે.

રાજ્યમાં આ ખતરનાક પરંપરા બને તે પહેલા ગુજરાત સરકારના આ કદમને અટકાવુ જરુરી છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહીલાઓના સન્માનની વાત કરી રહીયા છે, ત્યારે બીજી બાજુ તેમના જ હોમ ટાઉન ગુજરાતની ભાજપ સરકારનો એક બેબસ અને લાચાર ગર્ભવતી મહીલાના બળત્કારીઓને માફ કરવાનો નિર્ણય ખુબ જ આચાર્યજનક છે. એટલા માટે આ બાબતે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ હતક્ષેપ કરીને ૧૧ બળત્કારીઓને મુકત કરવાના નિર્ણય સામે કેન્દ્રીય ગૃહ મંતત્રાલય અને ગુજરાત સરકાર ફેર વિચાર કરવાની અપીલ કરીએ છીએ અને જો ગુજરાત સરકાર માફીનો નિર્ણય પરત નહીં લે તો નાગરીકોનો કાનુન પરથી વિશ્વાસ ઉઠી જશે તેવી રજૂઆત સાથે માંગ કરવામાં આવી હતી…

આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ માઈનોરીટી વિભાગના ચેરમેન માહમદભાઈ કડીવાર, કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદા, ગુલામભાઈ પરાસરા, આબિદ ગઢવારા, પુષ્પરાજસિંહ જાડેજા, શકીલ પીરઝાદા, હનીફભાઈ અંસારી, ઈકબાલભાઈ જેડા, વસીમભાઈ મન્સુરી, દાઉદભાઈ માસ્તર, યુસુફ શેખ, હુસેનભાઈ ભાટી, હનીફભાઇ પાયક, ગફારભાઈ માણેક, યાસીન માણેક, ઈકબાલ કાંજડીયા, ઈલ્યાસ મોતીયા સહિતના હાજર રહ્યા હતા…

error: Content is protected !!